જાંબુઘોડા: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય પ્રાકૃતિક ખેતી અને દેશી બીજ વ્યવસ્થાપન તાલીમ વર્ગ યોજાયો
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે NCNF દ્વારા આયોજીત 'પ્રાકૃતિક ખેતી અને દેશી બીજ વ્યવસ્થાપન' વિષય પર ત્રણ દિવસીય તાલીમ વર્ગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડીયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિવિધ સંસ્થાઓના ક્ષેત્રીય કક્ષાના અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો સાથે ઉપયોગી વાર્તાલાપ કર્યો હતો