ખંભાત: ખંભાત તાલુકામાં ‘વિશ્વ ડેન્ગ્યુ દિવસ’ની ભવ્ય ઉજવણી,
Khambhat, Anand | May 16, 2026 ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે સમગ્ર ખંભાત તાલુકામાં 16 મેના રોજ ‘વિશ્વ ડેન્ગ્યુ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જેવા કે વટાદરા, ધુવારણ, કલમસર, બામણવા, રોહિણી, જીણજ, સાયમાં, વડગામ તેમજ તમામ પેટા આરોગ્ય કેન્દ્રોમાં આ દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત, ખંભાત શહેરના અર્બન હેલ્થ સેન્ટર લાલ દરવાજા અને માછીપુરા ખાતે પણ ઉજવણી કરાઈ હતી.