ગાંધીધામ: નહેરુ પાર્ક વિસ્તારમાં ફર્નિચર તથા ફળની દુકાનમાં આગ લાગવાની ઘટના
ગાંધીધામના નહેરુ પાર્ક વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર ૨૮ પાસે આવેલી ફર્નિચર તથા ફળની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે.માહિતી મુજબ મનપા ફાયર વિભાગને સવારે અંદાજે ૪:૨૦ વાગ્યે કોલ મળ્યો હતો, જેના આધારે તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાની કામગીરી બાદ સવારે ૫:૫૦ વાગ્યે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.