ગાંધીધામ: કાર સિંગારની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ, બે ફાયર ટેન્ડરે આગ પર કાબૂ મેળવ્યો
ગાંધીધામ ખાતે સાઉથ ઇન્ડિયન બેંક નજીક આવેલી કાર સિંગારની(Car Shingar)ની દુકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ જીડીએમસી ફાયર અને ટિમ્બર ફાયર એમ કુલ બે ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.સવારે અંદાજે 7:00 વાગ્યે શરૂ થયેલી આગ બુઝાવવાની કામગીરી સવારે 8:30 વાગ્યા સુધી ચાલી હતી. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.