જાંબુઘોડા: પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈને જન્મદિને અદકેરી શુભકામનાઓ પાઠવતા કાર્યકર્તાઓ
પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકકુમાર દેસાઈના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા ખાતે શુભેચ્છા મુલાકાતનો એક વિશેષ કાર્યક્રમ તા.14 જૂન રવિવાર ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના સ્થાનિક તેમજ જિલ્લા કક્ષાના સૌ પદાધિકારીઓ અને ઉત્સાહી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રમુખ સાથે મુલાકાત કરી હતી.