શિનોર: કુકસ ગામે ખેતરમાં આવી ચડેલા રેડ સેન્ડ બોવા સાપનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા રેસ્ક્યું કરાયું.
Sinor, Vadodara | Jul 23, 2024 કુકસ ગામે રહેતા ખેડૂત અબ્દુલભાઈ નકુમના ગામની સીમમાં આવેલ ભીંડા ખેતરમાં આજે શ્રમિક મજૂરો ભીંડા વીણવાનું કામ કરી રહ્યા હતાં.તે દરમિયાન સવારના સમયે રેડ સેન્ડ બોવા નામનો સાપ આવી ચડતાં શ્રમિક મજૂરોમાં અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભીંડા ના ખેતરમાં આવી ચડેલા સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો.