શિનોર: શ્રી સત્યનારાયણ મંદિર માલસર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Sinor, Vadodara | Jul 22, 2024 ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી સત્યનારાયણ મંદિર માલસર ખાતે સદગુરૂ શ્રી પરમહંસ શ્રી માધવદાસજી મહારાજ તેમજ પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ ના સ્વરૂપોનું વૈદિક વિધિ થી અભિષેક તથા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભગવાન શ્રી સત્યનારાયણ અને સંતો ના આર્શીવચન નો લાભ લેવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં.જ્યાં ભાવિક ભક્તોએ શ્રી સત્યનારાયણ ભગવાન અને સંતો ના આર્શીવચન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.