શિનોર: શિનોર પોલીસે બાતમીના આધારે દિવેરની કેનાલ પાસેથી એક ઈસમને વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Sinor, Vadodara | Jul 23, 2024 શિનોર પોલીસ સ્ટાફના માણસો આજરોજ સાંજના 6 વાગ્યાંના અરસામાં પ્રોહી ડ્રાઇવ ની કામગીરી માટે નીકળેલા હતાં.તે દરમિયાન શિનોર પોલીસને બાતમી હકીકત મળી હતી કે એક ઈસમ શંકાસ્પદ પ્લાસ્ટિકનો કોથળો લઈને દિવેર નર્મદા કેનાલ રોડ પર ચાલતો જઈ રહ્યો છે.જે અંગેની મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દિવેર નર્મદા કેનાલના રોડ ઉપરથી જગદીશ રાઠવાને 12,855 કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.