શિનોર: શિનોર તાલુકામાં ચાંદીપૂરમ વાયરસ ને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી
Sinor, Vadodara | Jul 21, 2024 ચાંદીપૂરમ વાયરસે સમગ્ર રાજ્યમાં હાંહાકાર મચાવી દીધો છે.ત્યારે ચાંદીપૂરમ વાયરસ ને લઈને શિનોર આરોગ્ય તંત્ર એકશનમાં આવ્યું છે.અને અગમચેતીનાં ભાગરૂપે શિનોર આરોગ્ય વિભાગ દ્વારા શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં 0 થી 14 વર્ષ ના બાળકોનું સર્વે કરવામાં આવ્યું હતું.આ સર્વે ની કામગીરીમાં 28 જેટલી આરોગ્યની ટીમ જોડાઈ હતી.આ ઉપરાંત દવા નો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.