અંજાર: નગરપાલિકા ગેટ પાસે RSS સંચાલનનું ભવ્ય સ્વાગત,ધારાસભ્ય સહિત શહેર ભારતીય જનતા પાર્ટી પરિવારે કરી પુષ્પવર્ષા
Anjar, Kutch | May 23, 2026 અંજાર શહેર સ્થિત આહીર બોર્ડિંગ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગ અંતર્ગત તા. 23 મે, શનિવારના રોજ ભવ્ય સંચાલન યોજાયું હતું.આ સંચાલન આહીર બોર્ડિંગથી પ્રસ્થાન કરી જડેશ્વર મંદિર, નગરપાલિકા, ગંગા નાકા, 12 મીટર રોડ અને ટાવર માર્ગે ફરી પાછું આહીર બોર્ડિંગ ખાતે પૂર્ણ થયું હતું. સંચાલન દરમિયાન શહેરમાં દેશભક્તિ અને શિસ્તનો માહોલ જોવા મળ્યો હતો.