ઊન પાટિયામાં ત્રીજા માળેથી પટકાયેલા 13 વર્ષના કિશોરની ગરદનમાં સળિયો આરપાર....સુરતના ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી નીચે પટકાયો.....મૂળ બિહારનો નાઝીસ સ્થાનિક 'દારૂલ ઉલૂમ મેહમુદિયા' મદ્રેસામાં અભ્યાસ કરતો હતો....
સાંજે મદ્રેસા છૂટ્યા બાદ તે મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો.....મસ્જિદ પરથી બાજુની નિર્માણાધીન બિલ્ડિંગ પર કૂદકો મારવા જતાં તે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો.....નીચે પડતાં જ લોખંડનો સળિયો ગરદનના ભાગેથી ઘૂસીને મોઢામાંથી આરપાર નીકળી ગયો...
અત્યંત ગંભીર હાલતમાં કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ...
Udhna, Surat | Aug 26, 2026