ભચાઉ: ગુણાતીતપુર વાડી વિસ્તારમાંથી ભચાઉ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | May 31, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભચાઉ પોલીસની ટીમને ગુણાતીતપુર વાડી વિસ્તારમાં ફિરોઝ ખોજાની વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી રવજી ધનજી કોળી રહે કબરાઉ વાળાની ધરપકડ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.