ખંભાત: કલમસર 108 એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ
Khambhat, Anand | Jun 13, 2026 108 ઇમરજન્સી સેવાને વાઘેલાપુરાથી કોલ મળ્યો હતો કે, 21 વર્ષીય મહિલાને પ્રસુતિની પીડા ઉપડી છે. કોલ મળતાની સાથે જ કલમસર 108ની ટીમ, પ્રાથમિક સારવાર બાદ મહિલાને એમ્બ્યુલન્સમાં ખંભાતની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, રસ્તામાં જ મહિલાને પ્રસૂતિની પીડામાં વધારો થતા EMT વિષ્ણુ રબારીએ તાત્કાલિક હોટલાઈન ફિઝિશિયન ડૉ.મયુરનો સંપર્ક કરી એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી હતી.