ખંભાત: ખંભાતના નવાબ પરિવારની મિલ્કતમાં પ્રવેશી ધમકી આપી, ટુકડા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ, વિવાદનો વિડીયો વાયરલ.
ખંભાતના નવાબ પરિવારની મિલ્કતમાં પ્રવેશી ટુકડા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.જે વિવાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.નવાબ એમ.એમ.નજમેસાનીની ખંભાત શહેરમાં જુમ્મા મસ્જિદ પાસે દરબારગઢના નામથી મિલ્કત આવેલી છે.દરબારગઢની અંદર પ્રવેશ કરી ધમકી આપનાર મુસ્તફાઅલીખાન ખુર્શીદઅલીખાન નજનુસાની, મુદસ્સર આગામેદી આગા, હૈદરઅલીખાન બંદેઅલીખાન નજમુસાની તેમજ નોરીનજહેરા ફિરોજઅલીખાન નજમુસાની સામે ફરિયાદ નોંધાઈ છે.