ગાંધીધામ: પ્રોહિબિશન કેસનો ભેદ ઉકેલાયો :બી ડિવિઝન વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત
એલ.સી.બી.એબાતમીના આધારે એલ.સી.બી. ટીમે વોચ ગોઠવી તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલકે વાહન ન રોકતા નાસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા..પોલીસે વિદેશી દારૂ,મોબાઈલ અને કાર સહિત કુલ ૬,૩૧,૪૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂની ૫૭૦ બોટલ કિંમત રૂપિયા ૧,૨૧,૪૪૦, મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦ તેમજ બલેનો કાર કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦નો સમાવેશ થાય છે.