ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા ખન્ના માર્કેટમાં ગટર લાઈન ચોકઅપ મામલે બે દુકાનદારોને દંડ
ગાંધીધામ શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલ નોનવેજની દુકાનો સામે ગાંધીધામ મનપા દ્વારા સફાઈ અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દુકાનમાંથી નીકળતા કચરાને જાળી વગર ગટરની લાઈનમાં છોડવામાં આવતો હોવાથી ગટર લાઈનો વારંવાર ચોક અપ થવાની સમસ્યા સર્જાતી હતી.આ બાબતને ગંભીરતાથી લઈ મનપા દ્વારા બે દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને બંને દુકાન ધારકોને 5,000 મુજબ કુલ રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.