ગાંધીધામ: મનપા કચેરી ખાતે યોજાયેલ મનપાની પ્રથમ સામાન્ય સભા સંપન્ન, વિવિધ સમિતિઓની રચના; વિપક્ષનો વોકઆઉટ
ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મેયર દિવ્યાબેન જે. નાથાણીની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં મહાનગરપાલિકાના સુચારુ વહીવટ માટે વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષી સભ્યોએ વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ સભાની કાર્યવાહીનો બહિષ્કાર કરી સભાખંડમાંથી વોકઆઉટ કર્યો હતો.