ગોધરા: ગોધરામાં ઈદ-એ-મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ ઘાંચી સમાજ શૂરા કમિટી દ્વારા સીરત ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ: 600 બાળકોએ ભાગ લીધો
ગોધરામાં ઈદ-એ-મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ ઘાંચી સમાજ શૂરા કમિટી દ્વારા સીરત ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ: 600 બાળકોએ ભાગ લીધોપંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મુસ્લિમ ઘાંચી સમાજ વડી શૂરા દ્વારા રબીઉલ અવ્વલ માસ અને ઈદ-એ-મિલાદુન્નબીના પાવન પર્વ નિમિત્તે એક ભવ્ય શહેર કક્ષાની 'સીરત ક્વિઝ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શહેરના 600 જેટલા બાળકો અને દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.