માંડવી: ગઢશીશામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Mandvi, Kutch | Jul 13, 2026 કચ્છના ગઢશીશા ગામમાં ટ્રેક્ટર-ટ્રોલી નિર્માણનો વ્યવસાય કરતા દીપ અમૃતલાલ રંગાણી (પટેલ)એ પોતાના વ્યવસાયિક સ્થળે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢશીશા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.