શિનોર: શિનોર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Sinor, Vadodara | Jun 29, 2024 શિનોર પોલીસ દ્વારા આજે સાંજે પ્રેસનોટ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર શિનોર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદજી અને વિપુલભાઈને સયુંકત રીતે અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુના ના કામે છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી નસવાડી તાલુકાના વગુમા ગામે પોતાના મામાના ઘરે આવેલ છે.જે અંગેની મળેલી બાતમીના આધારે શિનોર પોલીસે તાત્કાલિક ટીમ બનાવી પોલીસના માણસોને મોકલી આરોપીને વગુમા ગામેથી ઝડપી પાડયો હતો.