ગાંધીધામ: ફરિયાદ ખોટી છે” કહી સમાજના આગેવાનો દ્વારા પૂર્વ કચ્છ SP કચેરી ખાતે આવેદન પાઠવાયું
સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ વિરુદ્ધ નોંધાયેલી ખંડણીની ફરિયાદ મામલે સમાજમાં અસંતોષ ફેલાયો છે. સમાજના લોકો મોટી સંખ્યામાં SP કચેરીએ પહોંચી ફરિયાદને ખોટી ગણાવી આવેદન પાઠવ્યું હતું. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ફરિયાદમાં કેટલાક સખીદાતાઓ તેમજ સમાજના લોકોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને રોષ વધુ વધ્યો છે. તેમણે આ આરોપોને બિનઆધારભૂત ગણાવી નિષ્પક્ષ તપાસ કરી સત્ય બહાર લાવવાની માંગ કરી હતી.