પાલીતાણા: હણોલ ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીનો માહોલ
આજે તરીખ 5 એપ્રિલના રોજ મળતી વિગત અનુસાર પાલીતાણા નજીક આવેલા હણોલ ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમમાં પાણી આવવાથી આસપાસના વિસ્તારોના જમીનગત પાણીના સ્તર ઊંચા આવશે, જેના કારણે ખેતી માટે પૂરતું પાણી મળશે. સાથે સાથે ગામડાંના લોકો અને પશુપાલકોને પણ પાણીની સમસ્યામાં રાહત મળશે અને સમગ્ર વિસ્તારમાં લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.