અંજાર: નગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન
Anjar, Kutch | Jun 17, 2026 રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે હેતુથી અંજાર નગરપાલિકા દ્વારા રહેવાસીઓ માટે નગરપાલિકા કચેરીના મુખ્ય સભાખંડ ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.