ગાંધીધામ: મનપા કચેરી ખાતે કમિશનર મનીષ ગુરવાનીની પ્રેરણાથી 'હીટ એક્શન પ્લાન' તૈયાર કરવાની દિશામાં વર્કશોપ યોજાયો
ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીની પ્રેરણાથી શહેર માટે વ્યાપક 'હીટ એક્શન પ્લાન' તૈયાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ માટે યોજાયેલા વર્કશોપમાં IPH ના પૂર્વ ડિરેક્ટર પ્રો. દિલીપ માવલંકરે હીટવેવની અસરો અને અમદાવાદ મોડેલની સફળતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. નવીન ઠાકરે ગરમીમાં બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવા પર ભાર મૂક્યો હતો.