કાલોલ: કાલોલના સાતમણા સનાતન નર્મદા ઘાટથી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ: મધવાસ ગૌષ્ણેશ્વર મહાદેવ ખાતે કરાશે જળાભિષેક
કાલોલ તાલુકાના સાતમણા-નારણપુરા પાસે આવેલા સનાતન નર્મદા ઘાટ ખાતેથી આજે પવિત્ર નર્મદા મૈયાના નીર ભરીને સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ૨૦૦૦થી પણ વધુ કાવડિયાઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમંગભેર જોડાયા હતા.સનાતન ધર્મના પ્રતીકો, તુલસીના છોડ અને ગાયના જોડા સાથે નિકળેલી આ કાવડ યાત્રા સાતમણા સનાતન નર્મદા ઘાટથી પ્રસ્થાન થઈને ડેરોલ સ્ટેશન તથા કાલોલ શહેરના મુખ્ય હાઈવે પરથી શિસ્તબદ્ધ રીતે પસાર