અંજાર: કોર્ટનો હુકમ ;ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
Anjar, Kutch | Apr 29, 2026 અંજાર ચેક પરતના કેસમાં ફરિયાદી શૈલેશભાઈ રતિલાલ પરમાર (રહે. મેઘપર કું.)એ આરોપી મહિપતસિંહ પી. ચાવડા (રહે. અંજાર)ને રૂા. આઠ લાખ ઉછીના આપ્યા હતા, જે પેટે મળેલો ચેક વટાવવા જતાં પરત ફર્યો હતો. આથી અંજાર કોર્ટમાં કેસ દાખલ કરતાં જજ એસ.ડી. ત્રિપાઠીએ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ રૂા. આઠ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે વિજય એમ. ફુફલ, જે.વી. આહીર હાજર રહ્યા હતા.