અંજાર: ગુજરાતની પ્રથમ મહિલા કરાટે ડોક્ટરેટ તરીકે અંજારની ડૉ. પલ્લવી રાજપૂતનું સન્માન
Anjar, Kutch | Jun 29, 2026 અંજારની કરાટે ખેલાડી પલ્લવી રાજપૂતને કરાટે ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજસ્થાનના જોધપુર ખાતે World Cultural Educational Organization (WCEO) દ્વારા આયોજિત Honorary Doctorate Award સમારોહમાં Doctorate in Karate ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સિદ્ધિ સાથે પલ્લવી રાજપૂત ગુજરાતની પ્રથમ મહિલા બની છે, જેમને કરાટે ક્ષેત્રમાં ડોક્ટરેટની માનદ પદવી પ્રાપ્ત થઈ છે.