મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે ડાંગરિયા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા
મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર ડાંગરિયા ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં આયોજિત એક માંગલિક પ્રસંગમા હાજરી આપી હતી.ડાંગરિયા ખાતે રહેતા અગ્રણી અને ગ્રામજન ગુલાબસિંહ બારીયાના સુપુત્રના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વરરાજાને પુષ્પગુચ્છ આપી આશીર્વાદ પાઠવ્યા હતા