ગાંધીધામ: એસઓજી દ્વારા તોલાણી પોલીટેકનિક કોલેજમાં ‘નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ’ જાગૃતિ સેમિનાર યોજાયો
“No Drugs In East Kutch Campaign” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા એસ.ઓ.જી. શાખા દ્વારા તોલાણી પોલીટેકનિક કોલેજ, આદિપુર ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.સેમિનારમાં નાર્કોટિક્સ ડ્રગ્સ શું છે, હર્બલ તથા સિન્થેટિક ડ્રગ્સના સેવનથી માનવ જીવનને થતી હાનિ, ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે કરવાના અને ન કરવાના પગલાં અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.