મણિનગર: કાંકરીયા લેક ખાતે દિવ્યાંગ ગરબાનું આયોજન કરાયુ
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રથમવાર 'કાંકરિયાના ગરબા' મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧,૦૦૦થી વધુ દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ગરબાની મોજ માણી હતી. મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહોત્સવમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી સર્વેલન્સ, મહિલા પોલીસ અને મેડિકલ ટીમ સહિતની ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.