અંજાર: સરહદ ડેરી ખાતે "અમૂલ ગોરસ ઘોળવું" નું લોન્ચિંગ – હવે કચ્છના ગ્રાહકોને મળશે કાઠિયાવાડની પરંપરાગત સ્વાદ
Anjar, Kutch | Jul 6, 2026 કચ્છના પશુપાલકો અને ગ્રાહકોને ગુણવત્તાસભર તેમજ પરંપરાગત દુગ્ધ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે સરહદ ડેરી દ્વારા ગતરોજ "અમૂલ ગોરસ ઘોળવું" નું લોન્ચિંગ સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલના હસ્તે કરવામાં આવ્યું. કાઠિયાવાડની સમૃદ્ધ પરંપરા અને અનોખા સ્વાદને હવે કચ્છના લોકો સુધી પહોંચાડવા માટે આ ઉત્પાદન સરહદ ડેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે ડેરી ખાતેથી માહિતી વર્ણવી