ખંભાત: રોહિણી ગામે રસ્તો બનાવવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ : 15થી વધુ ઘાયલ
ખંભાત તાલુકાના રોહિણી ગામે આવેલા બસસ્ટેન્ડ પાસે રસ્તો બનાવવાની બાબતે ભરવાડ અને મકવાણા પરિવાર વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 15થી વધુને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈને સામસામે ગુનાઓ દાખલ કરીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.