આણંદ: ઓડના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સુરક્ષા દળના જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરાયુ
Anand, Anand | Apr 12, 2026 ઉમરેઠ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઓડ ગામે શનિવારના રોજ પોલીસ દ્વારા સુરક્ષા દળના જવાનોને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.