અંજાર: નગાવલાડીયા ગામ ખાતે ક્લસ્ટરના વિકાસ માટે પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન
Anjar, Kutch | May 3, 2026 નગાવલાડીયા ગામ ખાતે ક્લસ્ટરના વિકાસ માટે પ્રતિનિધિઓ સાથે બેઠકના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જીલ્લા અને તાલુકા પંચાયતના પ્રતીનીધીઓ, ગ્રામજનો તથા આજુબાજુના ગામના ક્લસ્ટરના વિસ્તારના લોકો સાથે જાહેર સભા કરી. જેમાં હાલના અનુભવાતા પ્રશ્નોના મુદ્દા, ભવિષ્યના વિકાસના મુદ્દાઓ તેમજ પર્યાવરણ જાળવણીના વિષયો પર વિચારોની ચર્ચા વિચારણાનું આદાન પ્રદાન કરી અને આવનારા સમયમાં હાથ ધરવામાં આવનાર વિષયોની સર્વસંમતીથી માર્ગરેખા નક્કી કરી.