અંજાર: ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ હાઈબ્રિડ ગાંજો તથા ચરસના જથ્થા સાથે એક ઇસમને એસઓજી પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Jul 6, 2026 એસ.ઓ.જી. ની ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરી એક ઇસમને ઝડપી પાડ્યો છે.અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન વિશાલ નારણલાલ વૈષ્ણવ, રહે. હાલ મેઘપર બોરીચી, તા. અંજારને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી પ્રદિપસિંહ હેતુભા વાઘેલાને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.આરોપી પાસેથી કુલ રૂ. ૧,૩૨,૦૧૨/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.