અંજાર: બુઢારમોરા ગામે સરહદ ડેરી દ્વારા 700થી વધુ પશુઓનું એન્ટી-રેબીસ રસીકરણ
Anjar, Kutch | Jul 8, 2026 આજરોજ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. “સરહદ ડેરી” દ્વારા ચેરમેન વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ બુઢારમોરા ગામના ફતેહપુર વિસ્તારમાં હડકવા (રેબીસ)ની સંભવિત અસરને પગલે તાત્કાલિક રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું.સરહદ ડેરીની વેટરનરી ટીમના ડૉ. ધ્રુવભાઈ અને પશુધન નિરીક્ષક ભરતભાઈ ડાભી તેમજ જિલ્લા પંચાયત કચ્છની પશુચિકિત્સક ટીમે સંયુક્ત રીતે સર્વે કરી પ્રિવેન્ટિવ એન્ટી-રેબીસ વેક્સિનેશન અભિયાન દરમિયાન ગામમાં 700થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતુ