ગાંધીધામ: દીનદયાળ પોર્ટ ઓથોરિટીને સાગર આંકલન એવોર્ડ એનાયત
DPA દ્વારા વિકાસને વેગ આપવા અને પોતાનું પર્ફોર્મન્સ જાળવી રાખવાના સતત પ્રયાસોના ભાગરૂપે વધુ એક વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25માં 0.5 મિલિયન ટીયુ કરતા ઓછું કન્ટેનર કાર્ગો સંચાલન કરવાની શ્રેણી હેઠળ કંડલા બંદરે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બંદર તરીકે નામના મેળવી છે.આ ઉત્કૃષ્ટ ઓપરેશનલ શ્રેષ્ઠતા બદલ દીનદયાળ પોર્ટને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ તરફથી પ્રતિષ્ઠિત 'સાગર આંકલન એવોર્ડ' એનાયત કરાયો.