અંજાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અન્વયે અંજાર વિસ્તારમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ
Anjar, Kutch | Apr 22, 2026 .રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એચ.એ જાડેજાના નેતૃત્વમાં અસામાજિક તત્વો પર નજર રાખવા, વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અંજાર શહેર તથા ભીમાસર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને લોકોને સુરક્ષા અંગે વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવાયો છે.