અંજાર: પોલીસે પીજીવીસીએલ સાથે મળી ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા અસામાજિક તત્વોની વીજચોરી ઝડપીને કાર્યવાહી હાથ ધરી
Anjar, Kutch | May 29, 2026 અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ.,ચીટીંગ અને જુગાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે અંજર પોલીસે પીજીવીસીએલ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.ચાર આરોપીઓ શબીર હુશેન,મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સતાર,અબ્બાસ ઈબ્રાહીમ શેખ અને અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખના મકાનોમાં ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા હતા. ચારેય આરોપીઓના મકાનોમાં વીજ કનેકશન કાપી કુલ્લે વીજ દંડ .૩,૮૦,૦૦૦ જી.ઈ.બી મારફતે ચાર મકાનના આરોપીઓને દંડ કરવામાં આવેલ છે.