ખંભાત: ખંભાત પંથકમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકયો, રસ્તાઓ પર નદીઓ વહેતી તેવા દ્રશ્યો
Khambhat, Anand | Jul 31, 2026 ખંભાતમાં 2 કલાકમાં 77 મીમી (3 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે.જેને કારણે સરદાર ટાવરથી લઈ રબારીવાડ સુધીના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત કંસારી કાળી તલાવડી માર્ગ પર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા.કતકપૂર, મોચીવાડ, રબારીવાડ,બાવાબાજીશા, ઝંડાચોક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.સાલવા અને જહાંગીપૂર રહે્ણાંક વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોના જીવ તાળવે બંધાયા છે.