મોરવા હડફ: મોરવા હડફના વંદેલી તળ ફળીયા વર્ગ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો
મોરવા હડફના વંદેલી તળ ફળીયા વર્ગ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી તા.24 જૂન બુધવારના રોજ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી અને ફૂલહાર પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું