ગાંધીધામ: મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ બગીચાઓના રી-ડેવલપમેન્ટની કામગીરીની કમિશનર દ્વારા વિઝીટ કરવામાં આવી
ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાનીએ શહેરના વિવિધ ગાર્ડનોના રી-ડેવલપમેન્ટ કામોની મુલાકાત લીધી હતી. સેક્ટર-1/Aમાં ડૉ.આંબેડકર બ્રિજ ઓસ્લો પાસેના ગાર્ડનને ૩ કરોડના ખર્ચે આધુનિક બનાવવાનું આયોજન છે,જેમાં ચિલ્ડ્રન પ્લેઇંગ એરીયા,એમપીથીયેટર, કેફે સ્ટોલ, ગજીબો,ગ્રીન એરીયા,વોકીંગ ઝોન,આઈકોનિક લાઈટીંગ,પાર્કિંગ,વોશરુમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.આદિપુરના હેમુકાલાની પાર્ક તેમજ રવિન્દ્રનાથ ટાગોર પાર્ક અને છત્રપતિ શિવાજી પાર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.