ખંભાત: ખંભાતના ખોડિયાર ચોકડી પાસે આર્ટિકા કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બે મહિલાઓ ઈજાગ્રસ્ત
Khambhat, Anand | Jul 27, 2026 શહેરના છતરડી રોડ પર ખોડિયાર ચોકડી નજીક એક પૂરઝડપે દોડતી Ertiga XL6 કારે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની તબીબી સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.