ખંભાત: કાળી તલાવડીથી ખંભાત આવતી ટ્રેનમાં નગરાના 27 વર્ષીય યુવકનો પગ કપાયો
Khambhat, Anand | Jun 15, 2026 અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ યુવકની ઓળખ હસમુખભાઈ ભાઈલાલભાઈ ચૌહાણ (ઉંમર ૨૭ વર્ષ, રહે. માંડેજ સીમ, નગરા) તરીકે થઈ છે. કાળી તલાવડીથી ખંભાત તરફ જતી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર હસમુખભાઈ ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં તેઓએ પોતાનો એક પગ ગુમાવવો પડ્યો છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજા ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો છે.