જેસર: બીલા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 1 ખાતે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી
જેસર તાલુકાના બીલા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 1 ખાતે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડીના ભૂલકાઓએ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના વેશ ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બાળકોએ કૃષ્ણના જીવન સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને જન્માષ્ટમી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ વિશે માહિતી આપવામાં આવ