હાલોલ: હાલોલના રામેશરા ગામે હનુમાન મંદિર પાસેના વળાંકમાં બાઇક ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અક્સ્માત,બે યુવકો થયા ઇજાગ્રસ્ત
હાલોલ તાલુકાના રામેશરા રોડ પર હનુમાન મંદિર નજીક આજે રવિવારના રોજ એક બાઇક સ્લિપ થઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રામેશરા ગામ પાસે આવેલા નાળા નજીકના વળાંકમાં બાઇક ચાલક વળાંક લઈ ન શકતાં બાઇક રોડ પર સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર તાજપુરા ગામના બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.