શહેરા: શહેરા પોલીસે જાહેરમાં ઊંચા અવાજે ડીજે વગાડનાર ડ્રાઈવર અને ઓપરેટર સામે કાર્યવાહી કરી
સુપ્રિમ કોર્ટના અવાજ પ્રદૂષણ ડામવાના નિર્દેશો અંતર્ગત પંચમહાલ જિલ્લાની શહેરા પોલીસે જાહેર રોડ પર ઊંચા અવાજે ડીજે વગાડનાર આઇસર ટેમ્પાના ડ્રાઈવર અને ઓપરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.સિસારાની સૂચનાથી પોલીસ મથકનો સ્ટાફ શહેરા-વાઘજીપુર રોડ પર વોચમાં હતો,આ દરમિયાન એક આઇસર ટેમ્પામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ સરેઆમ જાહેર રસ્તા ઉપર મોટા અવાજે ડીજે વગાડાતો હોવાનું જણાતા પોલીસે ડીજે સિસ્ટમવાળા વાહનને ઉભું