ગાંધીનગર: સેક્ટર 17 ખાતે 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' પર મંથન, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજે 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મેગા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં યોજાઈ રહી છે, જેમાં રાજ્યભરમાં ચાલનારા 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. આ અભિયાન આગામી 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલશે અને તેનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો છે.