ખંભાત: વટાદરા PHCમાં ચાલુ પંખો કર્મચારી પડતા ઘાયલ
અવિરત ધોધમાર વરસાદ વચ્ચે વટાદરા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક કર્મચારી ફરજ પર હાજર રહ્યા હતા.તે દરમિયાન કર્મચારી પર ચાલુ શિલિંગ પંખો પડ્યો હતો. જેમાં હિરેનભાઈ નામના કર્મચારીને માથામાં, હાથ અને કમરના ભાગે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી.જો બે સગર્ભા બહેનો પણ દવાખાનામાં હાજર હતી.પરંતુ તે થોડા દૂર અંતરે હોય બચી જવા પામી હતી.વટાદરા PHC બિલ્ડીંગની ગ્રાન્ટ જગ્યાના અભાવે વિરસદ PHC માં તબદીલ થઈ ગઈ છે.