ભચાઉ: ભચાઉ તાલુકાના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ
Bhachau, Kutch | May 4, 2026 ભચાઉ તાલુકાના ગામડાઓ કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ, ચોબારી સહિતના ગામોમાં આજે સોમવારે સાંજના અરસામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.